અમદાવાદઃ કફ સિરપ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ દરોડા પાડી રહી છે. ગેરકાયદેસર કફ સિરપના વેપારના એક મોટા કેસના સંદર્ભમાં લખનઉ ઝોનલ ઓફિસે શુક્રવારે સવારે 7:30 વાગ્યાની આસપાસ 25 સ્થળોએ એક સાથે દરોડા કર્યા. આ રેકેટમાં 1,000 કરોડ રૂપિયાથી વધુ ગેરકાયદેસર નાણાંની લેવડ-દેવડ થઇ છે.
સીએ વિષ્ણુ અગ્રવાલના સ્થળો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળો આલોક સિંહ, અમિત સિંહ અને મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અને ગેરકાયદેસર વેપાર માટે કફ સિરપ સપ્લાય કરનારા ઉત્પાદકોના છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) વિષ્ણુ અગ્રવાલના સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં
અમદાવાદ, લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર (ઉત્તર પ્રદેશ) અને રાંચી (ઝારખંડ) માં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. છેલ્લા બે મહિનામાં ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, સોનભદ્ર, સહારનપુર અને ગાઝિયાબાદમાં નોંધાયેલી 30 થી વધુ FIR પર આધારિત કાર્યવાહી થઇ રહી છે. આ FIRs કોડીન આધારિત કફ સિરપના ગેરકાયદેસર સ્ટોકિંગ, પરિવહન, વેપાર અને સરહદ પાર સપ્લાય સાથે સંબંધિત છે.
1,000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ
તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટમાં 1,000 કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદેસર નાણાં (POC) ની હેરાફેરી થઇ છે.આ કેસનો મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ હજુ ફરાર છે અને દુબઈમાં છુપાયેલો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા, ભોલા પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં 32 લોકોની ધરપકડ કરી છે.
નકલી સરનામાં હેઠળ કાર્યરત કંપનીઓ મળી
દરોડા દરમિયાન ઘણા નકલી સરનામાં અને નકલી પેઢીઓ મળી આવી હતી, જેના પર આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો અને જેના નામે કફ સિરપની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ થઈ રહ્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
મોનસૂનની ચાલ: દેશમાં 14 ટકા ઓછો વરસાદ, પણ જ્યાં વરસ્યો ત્યાં આફત બની તૂટી પડ્યો | 2026-09-01 09:21:23
નેપાળમાં એક જ ઘરમાંથી 23 મૃતદેહો મળી આવ્યાં, 4000 લોકો હજુ પણ ગુમ, મૃત્યુઆંક 962 પર પહોંચ્યો | 2026-09-01 09:15:32
દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ જેવી હેવાનિયત: પડદાવાળી બસમાં 47 કિમી સુધી 16 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ | 2026-08-31 12:31:08