Thu,18 April 2024,9:36 am
Print
header

Coal scam: બંગાળના 8 IPS અધિકારીઓને EDનું સમન્સ- Gujaratpost

EDએ ગત વર્ષે પણ 7 અધિકારીઓને પાઠવ્યાં હતા સમન્સ

અધિકારીઓને નવી દિલ્હીમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવી

કોલકત્તાઃ કોલસાની દાણચોરીના કૌભાંડના કેસમાં EDએ પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને સમન્સ પાઠવ્યાં છે. આ અધિકારીઓને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. અધિકારીએ ગુરૂવારના રોજ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય પોલીસ સેવાના જે અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યાં છે તેમાં જ્ઞાનવંત સિંહ (ADG, CID), કોટેશ્વર રાવ, એસ. સેલવામુરૂગન, શ્યામ સિંહ, રાજીવ મિશ્રા, સુકેશ કુમાર જૈન અને તથાગત બાસુ  સામેલ છે. આ IPS અધિકારીઓને નવી દિલ્હીમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવી છે.

EDના અધિકારીઓના જણાવ્યું અનુસાર, 'આ IPS અધિકારીઓએ કોલસાની દાણચોરીના કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હોય શકે છે. આ કૌભાંડમાં અધિકારીઓને ફાયદો થયો હોવાના પુરાવા મળ્યાં છે. જે તે વિસ્તારમાં કોલસાની દાણચોરી થઈ હતી ત્યાં તેમનું પોસ્ટિંગ હતુ. EDએ ગત વર્ષે પણ આ 8માંથી 7 અધિકારીઓને સમન્સ પાઠવ્યાં હતા. આ મામલે અન્ય કેટલાક રાજકીય લોકોના નામો પણ સામે આવી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch