Thu,21 May 2026,4:00 am
Print
header

પ.બંગાળમાં ચૂંટણી જીતતા જ અસલી ખેલ શરૂ, DCP સામે ED ગાળિયો મજબૂત, લુકઆઉટ નોટિસ જાહેર

  • Published By dilip patel
  • 2026-05-05 17:31:55
  • /

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપે ચૂંટણી જીતી લીધી છે અને નવી સરકાર બનતા પહેલા જ મમતા બેનર્જીના નજીકના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલકાતા પોલીસના DCP શાંતનુ સિંહા બિસ્વાસ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરીને સનસનાટી મચાવી દીધી છે.

DCP શાંતનુ સિંહા બિસ્વાસ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયેલો છે. ED ના અધિકારીઓના જણાવ્યાં મુજબ, તેમની સામે લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. તાજેતરમાં તપાસ એજન્સીએ તેમના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં હતા અને તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતા, પરંતુ તેઓ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

DCP શાંતનુ સિંહાને ખાસ કરીને મમતા બેનર્જીના અત્યંત નજીકના માનવામાં આવે છે. તપાસ એજન્સીને એવી આશંકા છે કે ધરપકડથી બચવા માટે તેઓ દેશ છોડીને ફરાર થઈ શકે છે. જેથી, દેશના તમામ એરપોર્ટ અને ઈમિગ્રેશન વિભાગને એલર્ટ કરવા માટે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે.

19 એપ્રિલના રોજ EDએ શાંતનુ સિંહા અને સન એન્ટરપ્રાઈઝના MD જોય કામદારના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યાં હતા. આ દરમિયાન એજન્સીને અનેક મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હતા. દરોડા સમયે DCP ઘરે હતા કે નહીં તે અંગે વિવાદ છે. એજન્સીનું કહેવું છે કે તેઓ ગાયબ હતા, જ્યારે પરિવારનો દાવો છે કે તેઓ ઘરે જ હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બદલાયેલા રાજકીય માહોલની સીધી અસર વહીવટીતંત્ર પર જોવા મળી રહી છે. જે અધિકારીઓ અગાઉની સરકારના ખાસ મનાતા હતા અને જેમની સામે ગંભીર આક્ષેપો હતા, તેમની મુશ્કેલીઓ હવે સતત વધશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch