Thu,30 March 2023,7:38 am
Print
header

કથિત દારૂ કૌભાંડમાં ઈડીએ હૈદરાબાદના વેપારી અરૂણ પિલ્લઈની કરી ધરપકડ- Gujarat Post

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હૈદરાબાદ સ્થિત વેપારી અરુણ પિલ્લઈની દારૂ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં ધરપકડ કરી છે. દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સીબીઆઈએ તાજેતરમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. સાત દિવસની સીબીઆઈ કસ્ટડી બાદ તેમને હાલ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સોમવારે સીબીઆઈના રિમાન્ડ પૂરા થયા બાદ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યાં હતા. સુનાવણી બાદ સિસોદિયાને પોલીસ સુરક્ષામાં તિહાર જેલમાં લઈ જવામાં આવ્યાં હતા. તેમને ગીતા, ડાયરી અને પેન રાખવાની છૂટ આપવામાં આવી છે. મેડિકલ રિપોર્ટને આધારે દવાઓ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિઝનેસમેન અને બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમનદીપ ધલની પણ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં ધરપકડ કરી છે.દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch