અમેરિકન નાગરિકો સામે સાયબર છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં કાર્યવાહી
અમદાવાદઃ વર્ષ 2023 ના નકલી કોલ સેન્ટર કેસમાં માસ્ટરમાઇન્ડ વિકાસ કુમાર નિમાર ઉર્ફે મીસ્ટીની ધરપકડ કરાઇ છે, હૈદરાબાદ ઇડી ઓફિસે આ કાર્યવાહી કરી છે અને હજુ કેટલાક આરોપીઓ સામે કાર્યવાહીની શક્યતા છે, અમેરિકન નાગરિકો સાથે કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી થઇ છે.
ઇડીની તપાસમાં નિમાર દેશના વિવિધ શહેરોમાં કાર્યરત સંગઠિત સાયબર છેતરપિંડી નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હતો, જે ટેકનિકલ સપોર્ટ કર્મચારી તરીકે પોતાને રજૂ કરતો હતો અને અમેરિકન નાગરિકોને પોતાની જાળમાં ફસાવતો હતો.
ED ના જણાવ્યાં અનુસાર, આરોપીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. એજન્સી આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ, નાણાંકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ કરી રહી છે.
વિકાસ કુમાર નિમારે હૈદરાબાદમાં નકલી કોલ સેન્ટર ચલાવતો હતો અને તેની ટીમ અમેરિકન નાગરિકોને ફોન કરીને ખોટી રીતે ડોલર પડાવતી હતી. ED એ 2023 માં માધાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ને આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, એજન્સીએ શંકાસ્પદ બેંક ખાતાઓ, વિદેશી ભંડોળ ટ્રાન્સફર અને નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ કરાતા આ મસમોટું કોભાંડ સામે આવ્યું હતુ. કરોડો રૂપિયાની છેતરપિંડીના આ કેસમાં હજુ કેટલાક આરોપીઓ સામે કાર્યવાહી થઇ શકે છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24