Wed,24 April 2024,11:31 pm
Print
header

રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ થશે શરૂ, ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post

ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો ઈ-ટ્રાફિક કોર્ટમાં થશે કાર્યવાહી

નિયમો તોડનારાઓ સામે ઇ-મેમો સાથે FIR પણ દાખલ કરવામાં આવશે

અમદાવાદઃ રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે.હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યાં છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ઈ-ટ્રાફિક કોર્ટમાં ટ્રાફિક નિયમો તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકના નિયમો તોડનારાઓને ઇ-મેમો તો અપાશે જ અને  FIR પણ દાખલ કરવામાં આવશે. ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો ઈ-ટ્રાફિક કોર્ટમાં આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટની બાબત સ્પષ્ટ કરી છે. ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. જાહેર હિતની અરજીમાં અરજદારે 120 કરોડ રૂપિયાના દંડની વસૂલાત નહીં થઇ હોવાની રજૂઆત કરી છે.જો 6 મહિના સુધી પ્રોસિક્યુશન દાખલ ન થાય તો ઈ-મેમો પર કાર્યવાહી ન થઈ શકે એવી સ્થિતિ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.આ અંગે વધુ સુનાવણી આગામી 1 જુલાઈએ કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch