Wed,19 February 2025,8:33 pm
Print
header

લંડનમાં ભારતીયો અને ખાલિસ્તાનીઓ આવ્યાં સામ સામે, પોલીસ પણ હતી હાજર- Gujarat Post

પ્રજાસત્તાક દિવસની ઉજવણી વખતે થઈ બબાલ

પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી

લંડનઃ પ્રજાસત્તાક દિન નિમિત્તે લંડનમાં આયોજિત સમારોહમાં ભારતીયો અને ખાલીસ્થાની સમર્થકો સામ સામે આવ્યાં હતા.  ઉજવણી દરમિયાન ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યાં હતા, સામે ભારતીય સમૂદાયના લોકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. આપણા ભારતીય સમૂદાયના એક વ્યક્તિએ કહ્યું, અમે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે અહીં હાઇ કમિશન ખાતે ભેગા થયા હતા. ત્યારે અમને જાણકારી મળી કે ખાલિસ્તાનીઓ કાર્યક્રમ સ્થળની બહાર આવ્યાં છે અને દેખાવો કરી રહ્યાં છે. ત્યારે અમે પણ એકજૂટ થયા અને તેમના દેખાવોનો જવાબ આપ્યો હતો

અન્ય એક ભારતીય વ્યક્તિએ કહ્યું, અમે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય હાઈકમિશનમાં ધ્વજવંદન કાર્યક્રમ માટે ભેગા થયા હતા. ત્યારે ખાલિસ્તાનીઓ બહાર આવીને દેખાવો કરવા લાગ્યાં હતા. અમે તેમને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા જોયા. હું તેમને કહેવા માંગુ છું કે તેમના આવા કૃત્યોથી ભારત કે સાચા દેશભક્ત ભારતીયોને કોઈને  કોઈ ફરક પડતો નથી. ભલે અમે લંડનમાં લઘુમતીમાં હોઈએ પણ અમારી હિંમત અને જુસ્સો તેમના કરતા વધારે છે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. એક સમયે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch