Tue,26 September 2023,5:48 am
Print
header

લખનઉના દિલકુશામાં ભારે વરસાદથી દીવાલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત- Gujarat Post

(ધરાશાયી થયેલી દીવાલ)

લખનઉમાં વરસાદ બન્યો વેરી

દીવાલ ધરાશાયી થતાં ત્રણ મહિલા, ત્રણ પુરુષો અને ત્રણ બાળકોનાં મોત

લખનઉઃ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભાદરવામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી કેટલીક જગ્યાએ દુર્ઘટના બની છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં અને ત્યાર બાદ બેંગલુરુમાં પણ ભારે વરસાદનાં કારણે ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ફરી એવી જ એક ભયાનક દુર્ઘટના લખનઉનાં દિલકુશામાં બની છે.

ઉત્તરપ્રદેશના લખનઉનાં દિલકુશામાં બનેલી ઘટનામાં ભારે વરસાદનાં કારણે દીવાલ પડી છે. જેમાં નવ લોકોના મોત થયા છે. જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પિયુષ મોરડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મૃતકોમાં 3 સ્ત્રીઓ 3 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અન્ય બે લોકો ઘાયલ થયા છે.

દિલકુશામાં દીવાલ ધરાશાયી થવાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્ય પાલ ગંગવાર કેન્ટ સ્થિત દિલકુશા પહોંચ્યા અને ઘટનાની જાણકારી લીધી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે ગત રાત્રિથી વરસાદને કારણે નિર્માણાધીન દિવાલ ધરાશાયી થવાને કારણે આ દુર્ઘટના બની છે. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં ડોક્ટરોએ બંનેને ખતરાની બહાર જાહેર કર્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch