Wed,18 February 2026,11:14 am
Print
header

નશામાં ધૂત ઈન્સ્ટા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે બે બાઇકને ઉડાવ્યાં, કારમાંથી દારૂ મળ્યો

  • Published By PANNA PATEL
  • 2026-01-23 14:35:23
  • /

સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કારથી બે બાઇકસવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે બાઇક સવાર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા ઉત્રાણ પોલીસ સ્થળ પર પહોંચીને હિરેન પટેલની અટકાયત કરી હતી.

મોટા વરાછામાં આવેલા દુઃખિયા દરબાર પાસે જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસ રહિશો સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે નશામાં ધૂત હિરેન પટેલને કારમાંથી બહાર કાઢીને મેથી પાક ચખાડ્યો હતો. કારમાં તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ સ્થળ પહોંચીને આરોપીની અટકાયત કરી છે.

બાદમાં આરોપી નશામાં છે કે નહીં તેનું મેડિકલ પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે નશામાં હતો. તેના પર ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે. રોષે ભરાયેલા લોકોએ કહ્યું-આવાને મરાય નહિ, ઝેર પીવડાવી દેવાય.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch