Wed,16 July 2025,7:28 pm
Print
header

દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો- Gujarat Post

  • Published By Dilip patel
  • 2025-06-28 10:23:18
  • /

મહેસાણાઃ એશિયાની સૌથી મોટી મહેસાણાની દૂધસાગર ડેરીની શુક્રવારના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં લાફાવાળી થઇ હતી.પ્રશ્નોત્તરી કરી રહેલા વાઇસ ચેરમેન યોગેશ પટેલને ચેરમેન અશોક ચૌધરી અને અન્ય ડિરેક્ટર દિલીપ ચૌધરીએ લાફા માર્યા હોવાનો આક્ષેપ કરતાં સહકારી રાજકારણમાં હોબાળો મચી ગયો છે. ડેરીમાં બંધબારણે યોજાયેલી બોર્ડ મીટિંગનો ડખો અને હોબાળો પોલીસ મથકે પહોંચતાં જગજાહેર થયો હતો. બીજી તરફ, પોલીસે વાઇસ ચેરમેનની અરજી લઈ તપાસ હાથ ધરી છે.

ડેરીના વાઈસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા પોલીસમાં અપાયેલી અરજી મુજબ, ડેરીની નિયામક મંડળની મળેલી બેઠકમાં ઇન્ચાર્જ એમડીએ હાજર રહેવા જણાવતાં તેઓ હાજર હતા. મીટિંગમાં તેમણે ઇન્ચાર્જ એમડીને કેટલાક વહીવટીય પ્રશ્ન પૂછતાં ચેરમેન અશોક ભાવસંગભાઈ ચૌધરી તેમની પ્રશ્નોત્તરી વચ્ચે આવીને ઉશ્કેરાઈ જઇ અસભ્ય વર્તન કરી અપશબ્દો બોલીને તેમની તરફ ધસી આવ્યાં હતા અને તેમને ચહેરા પર થપ્પડો મારી તેમના ગળામાં રહેલી સોનાની ચેન તોડી નાખી હતી, તેમના ચશ્માં પણ તૂટી ગયા હતા. ત્યાર બાદ બીજા ડિરેક્ટર દિલીપ સંગ્રામભાઈ ચૌધરીએ પણ ચેરમેનના ટેકામાં ધસી આવી અપશબ્દો બોલી બીજા ગાલ પર થપ્પડ મારી હતી.

યોગેશ પટેલે કહ્યું, 1790 કરોડ ઓલરેડી બેંકોનું દેવું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખ્યું છે એ મુદ્દા પર તેઓ ઉશ્કેરાયા અને અગાઉ છ મહિના પહેલાં પણ મને ધમકી આપી હતી અને તેમના માણસોએ પણ ધમકી આપી હતી. ઉશ્કેરાયેલા અશોકભાઈ અને દિલીપભાઈ બંનેએ મારા પર હુમલો કર્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch