વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર શેખી મારી છે. ઈરાન હુમલાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું છે કે બીજા કોઈ રાષ્ટ્રપતિમાં આવું કરવાની હિંમત ન હતી. ટ્રમ્પે ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઈને ધમકાવતા કહ્યું છે કે તેઓએ અમેરિકાની વાત જ માનવી પડશે, ટ્રમ્પે આજે જ ઈરાનને 'ફાયર, ફ્યુરી અને ડેથ' ની ચેતવણી આપી છે. યુદ્ધના 11મા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે મોજતબા ખામેનેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા બનવાથી તેઓ ખુશ નથી.
ટ્રમ્પે એવા સંકેત પણ આપ્યા છે કે તેઓ ઈરાન સાથે સીધી વાત કરી શકે છે. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તે શક્ય છે કે તેઓ પોતે ઈરાન સાથે વાત કરે. ટ્રમ્પે કહ્યું કે 'ઓપરેશન એપિક ફ્યુરી' ના પરિણામો અપેક્ષા કરતા ઘણા વધારે છે.
અમેરિકી સૈન્ય કાર્યવાહી પર ઈરાનના જવાબ વિશે ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ પછી ઈરાનનો જવાબ જોઈને તેમને ત્યારે ખૂબ નવાઈ લાગી જ્યારે ઈરાન એવા દેશો પર પણ હુમલો કરી રહ્યું છે. જેઓ ઈરાન પર હુમલો ન હતા કરી રહ્યા. દુબઇ, યુએઇ, જોર્ડન જેવા દેશો પર ઇરાને હુમલો કર્યો હતો.
ટ્રમ્પે આગળ કહ્યું,જ્યારે અમે તેમના પર પહેલો હુમલો કર્યો ત્યારે અમે તેમની 50 ટકા મિસાઈલો ખતમ કરી દીધી હતી. જો અમે આવું ન કર્યું હોત તો આ એક ખૂબ મુશ્કેલ લડાઈ હોત.
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ યુદ્ધ ટૂંકા સમય માટે હોઈ શકે છે, પરંતુ તેમણે લડાઈ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન ગ્લોબલ ઓઈલ સપ્લાયમાં અવરોધ ઉભો કરશે તો યુદ્ધ ભયાનક બનશે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40