વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને ફરી એકવાર ગંભીર ચેતવણી આપી છે. હેગસેથે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ન તો કોઈ દેખાડો કરે છે અને ન તો ક્યારેય પાછા હટે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન કોઈ સમજૂતી નહીં કરે, તો યુદ્ધ વધુ ઉગ્રતાથી ચાલુ રહેશે.
હેગસેથે જણાવ્યું કે ઈરાન સાથેના આ સંઘર્ષમાં આગામી દિવસો નિર્ણાયક સાબિત થશે. અમેરિકા પાસે અનેક વિકલ્પો છે, જ્યારે ઈરાન પાસે મર્યાદિત તકો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સનો હવાલો આપતા તેમણે દાવો કર્યો કે અમેરિકી હુમલાઓને કારણે ઈરાની સેનાનું મનોબળ તૂટી ગયું છે. મોટા પાયે સૈનિકો ભાગી રહ્યા છે, મહત્વના કર્મચારીઓની અછત સર્જાઈ છે અને વરિષ્ઠ નેતાઓમાં હતાશા વધી રહી છે.
હેગસેથે તાજેતરમાં મધ્ય પૂર્વમાં તૈનાત સૈનિકોની મુલાકાત લીધી હતી જેથી ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય ઓપરેશનની સ્થિતિનો સીધો તાગ મેળવી શકાય. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે જેટ ઈંધણની અછતનો સામનો કરી રહેલા સાથી દેશો પર નિશાન સાધ્યું છે.
ટ્રમ્પે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, જે દેશો ઈંધણની અછત વેઠી રહ્યા છે, તેમણે થોડી હિંમત બતાવીને જાતે હોર્મુજ જઈને તેને ખુલ્લું કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અન્યથા, બીજો વિકલ્પ એ છે કે તે દેશોએ અમેરિકા પાસેથી તેલ ખરીદવું જોઈએ.
જો હોર્મુઝ ખોલવામાં નહીં આવે તો ફરીથી હુમલા કરવામાં આવશે તેવું નિવેદન આપ્યાના થોડા જ કલાકમાં ટ્રમ્પનું ઉપરોકત નિવેદન સામે આવ્યું છે. આ સ્થિતિ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધારી શકે છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40