વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજોની અવરજવર પર ઈરાન તરફથી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં જહાજો ત્યાં ફસાયેલા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેણે 48 કલાકની અંદર હોર્મુઝની ખાડીને કોઈ પણ શરત વિના સંપૂર્ણપણે નહીં ખોલી, તો અમેરિકા તેના મુખ્ય પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ઈરાન સમય મર્યાદામાં પગલાં નહીં ભરે, તો અમેરિકા તેના ઉર્જા માળખાને નિશાન બનાવશે. આ કાર્યવાહી સૌથી મોટા પાવર પ્લાન્ટથી શરૂ થઈને અન્ય ઠેકાણાઓ સુધી વધશે.
હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. વૈશ્વિક તેલ પૂરવઠાનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. જો અહીં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે, તો તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને તેલની કિંમતો પર પડી શકે છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ અમેરિકાએ ઈરાની તેલની ખરીદી પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો, જેને પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે અમેરિકાનો મોટો યુ-ટર્ન માનવામાં આવી રહ્યો છે.
UAE ના નેતૃત્વમાં 22 દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને ઈરાનની આકરી ટીકા કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે, અમે ઈરાન દ્વારા ખાડી વિસ્તારમાં નિઃશસ્ત્ર વ્યાપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પરના હુમલા તેમજ હોર્મુઝને અસરકારક રીતે બંધ કરવાના પ્રયાસોની સખત નિંદા કરીએ છીએ. આ દેશોએ ઈરાનને તાત્કાલિક હુમલા રોકવા, દરિયાઈ માર્ગોમાં અવરોધ ન ઊભો કરવા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2817નું પાલન કરવા માંગ કરી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40