Thu,18 April 2024,6:00 pm
Print
header

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરનું અમાનવીય કૃત્ય, મહિલાને 50 ફૂટ સુધી ઢસડીને કરી અપમાનિત

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની ગુંડાગીરીની ઘટના સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. સામાન્ય પેટિયું રળીને પોતાનું ગુજરાન ચલાવતી એક મહિલાને 50 ફૂટ સુધી ઢસડીને તેની પર અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના ડોક્ટર સામે લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં ફરજ બજાવતો ડો.વિકી પરીખ શનિવારના રોજ સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી પસાર થતો હતો.આ સમયે સામાન્ય વરસાદ હોવાથી દરવાજાની ઓથ હેઠળ બેસી અને રૂમાલનું વેચાણ કરતી મહિલા તરફ તેની નજર જતાં આ મહિલાને દરવાજા પાસે બેસીને ધંધો કેમ કરે છે ? તેવો સવાલ કરીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વધુમાં મહિલાને ઢસડીને લગભગ 50 ફૂટ દૂર સુધી લઈ ગયો હતો.

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. આ મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષકને જાણ થઈ છે. ઘટના સંદર્ભે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વડી કચેરીને જાણ કરવામાં આવી છે. વડી કચેરીને સમગ્ર ઘટના સંદર્ભે પત્ર લખીને આગળની કાર્યવાહી વડી કચેરી દ્વારા કરવામાં આવશે તેમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વડા જણાવી રહ્યાં છે.જો કે સમગ્ર ઘટનાએ હોસ્પિટલ તંત્રને ક્ષોભજનક સ્થિતીમાં મૂકી દીધું છે.

આખીયે ઘટના અંગે ભોગ બનનારી મહિલાએ સેક્ટર 7 પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે.જો કે પોલીસ દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી નથી.તબીબ દ્વારા મહિલા સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે જેનાથી ડોન બનેલા ડો.વિકી પરીખ સામે લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch