Tue,23 April 2024,4:30 pm
Print
header

દિવ્યાંગ બાળકોને અમેરિકા ડાન્સ માટે લઇ જવાના નામે ચેરીટેબલ ટ્રસ્ટ સાથે છેતરપિંડી

મહેસાણામાં રહેતા યુવકે રુપિયા 3.75 લાખ લઇને અમેરિકામાં ડાન્સ કોમ્પિટીશનના સપના બતાવ્યાં

અમદાવાદઃ શહેરના મેમનગર (memnagar)માં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલેશ પંચાલે છેતરપિંડી (cheating)ની ફરિયાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. તેમના ટ્રસ્ટમાં કુલ 84 જેટલા વિદ્યાર્થીઓ આવે છે તે પૈકી ઘણા દિવ્યાંગો છે, ઘણા ડાન્સમાં અનોખુ ટેલેન્ટ ધરાવે છે. ઓગસ્ટ 2018માં  નિલેશ પંચાલે તેમને ત્યાંના બાળકોને અમેરિકાના ન્યુજર્સીમાં યોજાતી ચલો ગુજરાત ડાન્સ ઇવેન્ટમાં લઇ જવા માટે આયોજન કર્યુ હતુ પણ તે સમયે જઇ શકાયુ ન હતુ. આ દરમિયાન મે 2019માં તેમને ત્યાં વિદ્યાર્થી પ્રિતના પિતા પ્રવિણ પટેલે અલ્પેશ પટેલ સાથે વાત કરાવી હતી.

જેમાં અલ્પેશે જણાવ્યુ હતુ કે 29 ઓગસ્ટ 2019થી ત્રણ દિવસ માટે જ્યોજીયામાં થનારી ઇવેન્ટમાં માટે તે 10 દિવ્યાંગ બાળકો અને તેમના પાંચ સહાયકોને અમેરિકા (USA) લઇ જશે. આ માટે તેણે વ્યક્તિ દીઠ રુપિયા 25 હજાર એમ કુલ રુ. 75 લાખની રકમ લીધી હતી. બાદમાં વિઝા માટે દસ્તાવેજો પણ લીધા હતા. પછી જણાવ્યું કે કાર્યક્રમ રદ થયો છે ઓગસ્ટ 2020માં જવાનું છે તેમ કહ્યુ હતુ. બાદમાં કોરોનાનું બહાનું આપતા નિલેશ પંચાલે નાણા પરત માગ્યા હતા પણ નાણાં પરત ન મળતા છેવટે સમગ્ર મામલો ઘાટલોડિયા (Ghatlodia) પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. નિલેશ પંચાલની ફરિયાદ (complaint)નોંધાવતા પોલીસે  છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch