Wed,24 April 2024,9:38 am
Print
header

સસ્તામાં દિરહામ મેળવવા જતા વેપારીએ 1 લાખ રુપિયા ગુમાવ્યાં

દાણીલીમડામાં વેપારીને વિશ્વાસમાં લઇને ગઠિયાએ આબાદ છેતરપિંડી કરી, દિરહામને બદલે છાપાના કાગળો આપ્યાં

અમદાવાદઃ કહેવાય છે કે લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે. દાણીલીમડામાં પ્રોવીઝન્સ સ્ટોર્સ ચલાવતા વેપારીને સસ્તામાં દિરહામ આપવાના બદલામાં એક લાખની રોકડ લઇને ત્રણ શખ્સોએ છેતરપિંડી (cheating) કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ રખિયાલ પોલીસ મથકે (Rakhiyal police)નોંધવામાં આવી છે. દાણીલીમડામાં રહેતા મુબારક હુસૈન પટેલ દાણીલીમડાના (Danilimda) રહેમતનગરમાં પ્રોવીઝન્સ સ્ટોર્સ ચલાવે છે. થોડા દિવસ પહેલા સ્ટોર પર એક વ્યક્તિ આવી હતી. તેણે પોતાનું નામ શાહિદ જણાવ્યું હતુ, કહ્યું હતુ કે તે ગરીબ છે તેની પાસે મોટા પ્રમાણમાં ર્દીહામ છે જે માત્ર એક લાખમાં આપવાના છે. જો કે પહેલા મુબારક હુસૈનને વિશ્વાસ નહોતો આવ્યો પણ શાહિદે ખાતરી આપવા માટે એક 100 દિરહામની નોટ આપી હતી.બાદમાં તેમણે વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરમાં તપાસ કરાવી હતી અને 100 દિરહામની સામે બે હજાર મળ્યા હતા. 

બાદમાં શાહિદ સાથે ડીલ નક્કી કરી હતી, જેમાં 30 નવેમ્બરના રોજ તેણે એક લાખ રુપિયાની વ્યવસ્થા કરીને શાહિદને કોલ કર્યો હતો અને રખિયાલ બોલાવ્યા હતા તે સમયે શાહિદ સાથે અન્ય બે લોકો પણ હાજર હતા. તેમણે એક કાપડમાં વિટેલી નોટો દુરથી બતાવી હતી. તેમાંથી ચાર દિરહામ આપ્યાં હતા.જેથી મુબારક હુસૈનને વિશ્વાસ આવતા તેણે એક લાખ રુપિયા આપ્યા હતા. બાદમાં શાહિદ અને ત્રણેય જણા ત્યાંથી રવાના થઇ ગયા હતા અને બાદમાં જ્યારે મુબારક હુસૈને તપાસ કરી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી કારણ કે તેમાં દિરહામ નહોતા પણ છાપાના કાગળ અને નિરમા સાબુ મુકેલો હતો. જેથી છેતરપિંડીનો અહેસાસ થતા તેણે શાહિદને કોલ કર્યો હતો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જે અંગે તેણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી (IPC) કલમ  420, 406 અને 114 હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch