Mon,13 April 2026,2:27 pm
Print
header

દાણચોરી...અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાના ડાયમંડ અને સોનું ઝડપાયું - Gujarat Post

  • Published By
  • 2025-03-08 14:32:02
  • /

(ફાઇલ ફોટો)

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરી વધી રહી છે, અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતાં ત્રણ પેસેન્જરને 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે ઝડપી પાડ્યાં છે.

અમદાવાદ અને સુરતના ઝવેરીઓ માટે કામ કરતાં પેસેન્જરનાં ડીઆરઆઈ અધિકારીઓએ નિવેદન લીધા હતા. જેમાં મોટા માથા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.અંદાજે ત્રણ કરોડ રૂપિયાના હીરા ડીઆરઆઈના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ ઘટનાને પગલે અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ડાયમંડ કોણે મંગાવ્યાં અને કેરીયરોને કેટલું કમિશન આપવામાં આવતું હતુ તેની તપાસ થઇ રહી છે.

ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું કે છે કે જપ્ત કરવામાં આવેલા ડાયમંડની વેલ્યુ ત્રણ કરોડ રૂપિયા જેટલી છે. અત્યાર સુધીમાં કેટલા ડાયમંડ કેરીયરો લાવ્યાં હતા, તેની તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે. છેલ્લાં કેટલાંક દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગ દ્વારા સોનું પણ જપ્ત કરાયું છે.

બેંગકોકથી બે મુસાફરો દાણચોરીના હીરા લઇને આવી રહ્યાં હોવાની માહીતી મળી હતી. જો કે અધિકારીઓએ તેમની પાસેથી 42 લાખની કિંમતના બે સોનાના કડા પણ કબ્જે લીધાં છે. ઉપરાંત જેદ્દાહથી આવેલાં મુસાફર પાસેથી 11 લાખ રૂપિયાની સોનાની ચેઇન કબ્જે લીધી હતી.  આમ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્મગલિંગ વધી ગયું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch