મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલમાં અત્યાર સુધી બૉલીવુડની અનેક એક્ટ્રેસિસના નામ બહાર આવી ચૂક્યા છે. દરમિયાન સમાચાર એવા છે કે એક્ટ્રેસ દીયા મિર્ઝા પણ એનસીબીના રડાર પર છે. તેને પૂછપરછ માટે બોલાવી શકાય છે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બોલિવૂડનાં અનેક નામો હવે આ કેસ સાથે જોડાઈ રહ્યાં છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની વચ્ચે થયેલા ડ્રગ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હવે કરિશ્માની પૂછપરછ કરવાની હતી, ગઈકાલે 21 સપ્ટેમ્બરના રોજ કરિશ્માને સમન પાઠવવામાં આવ્યું હતું. રિયાની મેનેજર જયા સાહાની સાથે કરિશ્માનું ડ્રગ ચેટ મળ્યું હતું. ગઈકાલે જયાની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
આજે (22 સપ્ટેમ્બર) ફરી એકવાર જયા તથા શ્રુતિ મોદીની સાથે ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર ધ્રુવની પણ પૂછપરછ કરવામાં આવશે. એટલે કે 22 સપ્ટેમ્બરે બોલિવૂડની બીજી એક્ટ્રેસ દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. NCB હવે દિયાની પણ પૂછપરછ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રિયા બાદ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકર, દીપિકા પાદુકોણના નામ સામે આવી ચૂક્યા છે. ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ NCB સાથેની પૂછપરછમાં દિયા મિર્ઝાનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે દિયાની મેનેજરે તેની પાસેથી ડ્રગ્સ લીધું હતું.
બંને સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. આ કંપની સેલિબ્રિટીને ટેલન્ટ મેનેજર આપે છે. ક્વાન મેનેજમેન્ટ દીપિકાને મેનેજ કરે છે. કરિશ્મા, જયા સાહાની ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટમાં જુનિયર છે. સૂત્રોના મતે કરિશ્માની પૂછપરછ બાદ આ અઠવાડિયાના અંત સુધી દીપિકાની પૂછપરછ થઈ શકે છે. મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ અથવા તેની લીગલ ટીમ તરફથી આ કેસમાં સ્પષ્ટતા આપી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46