Fri,26 April 2024,1:34 am
Print
header

સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો બીજો દિવસ, ખાટું શ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ્દ- Gujarat Post

સુરતઃ બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. તેમના સુરતમાં દિવ્ય દરબારનો બીજો દિવસ છે. તેઓ ખાટું શ્યામ મંદિરમાં દર્શનાર્થે જવાના હતા પરંતુ આ કાર્યક્રમ રદ્ કરાયો છે. બપોરે 12 કલાકે ટીજીબી હોટલમાં વીઆઈપી લોકો સાથે મુલાકાત કરી હતી અને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા હાકલ કરી હતી. શુક્રવારે સાંજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, રાજકીય હસ્તીઓ દરબારમાં સામેલ થયા હતા. આજે પણ સવારથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે.

સુરતમાં દિવ્ય દરબાદને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઉનાળાની ગરમી હોવા છતા બાબાનું સ્વાગત કરવા માટે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ છે. ગઈકાલે તેમણે અનેક લોકોને સાંભળ્યાં હતા અને પરચા આપ્યાં હતા. દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ કેટલીક મહત્વની વાત જણાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આવીને ખુબ જ આનંદ થયો છે.

ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે.

આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર એટલે કે ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને અમદાવાદનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે દરબાર યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch