Sat,08 August 2026,10:00 pm
Print
header

આખરે Gen-Z ની જીત, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, કોકરોચોએ આંદોલન સમેટી લીધું

  • Published By dilip patel
  • 2026-07-25 14:33:50
  • /

મેં પ્રથમ દિવસથી જ આ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી લીધી હતી અને ક્યારેય પીછેહઠ કરી નથી

રાષ્ટ્રવિરોધી તાકાતો આ સ્થિતિનો અયોગ્ય લાભ ન ઉઠાવે તે જરૂરીઃ ધર્મેન્દ્ર પ્રધાન

પ્રહલાદ જોષીને બનાવાયા શિક્ષણ પ્રધાન
 
નવી દિલ્હીઃ
NEET પેપર લીક સામે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી'નું વિરોધ પ્રદર્શન વચ્ચે મોટા સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરીને માહિતી આપી છે.

NEET-UG પરીક્ષાના પેપર લીક મામલે મોદી સરકારે ઝુકવું પડ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. પ્રધાનમંત્રીને મોકલેલા પોતાના પત્રમાં તેમણે છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને દેશના યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

સીજેપીના અભિજીત દિપકેની મોદી સરકારને ચીમકી

વિદ્યાર્થીઓ સામેના બધા પોલીસ કેસ પાછા લેવા પડશે

નીટ પેપર લિક મુદ્દે યુવાનો સામે ઝુકી મોદી સરકાર 

જંતર મંતર પર જીતનો જશ્ન

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું કે 4 દાયકાથી વધુ સમયથી તેઓ શિક્ષણ સુધારા માટે સમર્પિત રહ્યાં છે. 3 મે 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં અનિયમિતતા સામે આવ્યાં બાદ સરકારે તરત જ પગલાં લીધા હતા. સમગ્ર મામલાની તપાસ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપવામાં આવી હતી. વિવાદાસ્પદ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષાની તારીખ જાહેર કરાઈ હતી. ભવિષ્યમાં આવી ગડબડ રોકવા માટે આગામી વર્ષથી આ પરીક્ષા CBT (કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ) મોડમાં લેવાનો નિર્ણય કરાયો હતો.

પત્રમાં લખ્યા મુજબ મેં પ્રથમ દિવસથી જ આ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી લીધી હતી અને ક્યારેય પીછેહઠ કરી નથી. અમારો દ્રઢ સંકલ્પ છે કે માફિયાઓને કારણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં અને કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય થવા દઈશું નહીં.

તેમણે લખ્યું કે 16 જુલાઈના રોજ જાહેર થયેલા NEET-UGના પરિણામો સંતોષજનક રહ્યાં હતા, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓને પણ સફળતા મળી છે.

દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાયદાકીય ગૂંચવણોમાં ન અટવાય અને બાળકો પોતાનો સમય ભણતરમાં અને કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તે માટે તેમણે રાજીનામું સોંપવાનો નિર્ણય કર્યો છે.

પત્રના અંતમાં તેમણે પ્રધાનમંત્રીના માર્ગદર્શન, સહયોગીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની સેવા માટે પોતાને સમર્પિત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તો સામે સીજેપીએ આંદોલન સમેટી લીધું છે. 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch