આપઘાત પાછળનું કારણ અકબંધ
કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી
આત્મહત્યા કરનારા મેરામણ ચેતરિયા કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં પિતા અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવારના મોભીએ આ ભયાનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. પરિવારના વડાએ સૌથી પહેલા પોતાના બે માસૂમ સંતાનોને ઝેરી દવા પીવડાવી હતી, બાદમાં પોતે આત્મહત્યા કરી હતી. મૃતકોમાં પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર સામેલ છે. માસૂમ બાળકોને ઝેર આપ્યાં બાદ પિતાએ પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારનું એક સાથે મોત થતાં ગ્રામજનો હચમચી ગયા છે.
આ સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જો કે, ઘટનાની ગંભીરતા જોતાં કલ્યાણપુર પોલીસનો કાફલો તાત્કાલિક લાંબા ગામે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.
પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરિવાર આર્થિક સંકડામણ કે અન્ય કોઈ પારિવારિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. પરિવારે અંતિમ પગલું ભરતા પહેલા કોઈ સ્યૂસાઇડ નોટ લખી છે કે કેમ, તેની તપાસ થઇ રહી છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39
રાજકોટમાં વૃદ્ધા સાથે બળાત્કાર બાદ હત્યાનો કેસઃ રિક્ષા પરના બાજ અને ઢીંગલીના નિશાનથી હિસ્ટ્રીશીટર ઝડપાયો | 2026-08-29 17:40:57
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
રાજકોટ અને મોરબીમાં ઇન્કટેક્સના દરોડા, વિદેશમાં સંપત્તિના પુરાવા અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા | 2026-08-19 09:40:22