Fri,26 April 2024,3:19 am
Print
header

દેવાયત ખવડ કેસમાં નવો વળાંક, વકીલે વીડિયોમાં દેખાતા શખ્સને લઈને કર્યો આ દાવો

રાજકોટઃ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ભૂગર્ભમાં રહ્યાં બાદ પોલીસના શરણે થઇ ગયો છે. મયુરસિંહ રાણા પર હુમલાના બનાવમાં પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.બીજી બાજુ હુમલામાં મદદ કરનારા બીજો શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે. દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવ પક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો દાવો કરીને તેનો બચાવ કર્યો છે. CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નહીં હોવાનું તેમનું કહેવું છે.

આરોપીને બચાવવા વકીલની નવી દલીલો 

બચાવ પક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિગત દુશ્મનીનો મામલો છે, પોલીસે કલમ 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજને આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇ વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે હુમલો કરી રહ્યો છે, તેને પગથી મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા થઇ નથી, જેથી 307ની કલમનો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે, 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch