Wed,24 April 2024,8:21 pm
Print
header

ગાંધીનગરમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા હાર્દિક પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની અટકાયત

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 50 દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન કૃષિ કાયદાના વિરોધ માટે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. ગાંધીનગરમાં કોંગ્રેસે રાજભવનનો ઘેરાવ કરવાનું નક્કી કર્યુ હતું. જો કે કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમ આપે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ, કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

કિસાન અધિકાર દિવસ તરીકે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યાં હતા. પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને ભાવી વડાપ્રધાન ગણાવ્યાં હતા. તેમણે કહ્યું, ગરીબ અને ખેડૂતોના રક્ષણ માટે ભાવી વડાપ્રધાન રાહુલ ગાંધીએ આગેવાની લીધી છે.

ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓ કરતાં રાવણને સારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું રાવણે સીતા માતાનું અપહરણ કર્યુ હતું. આ રાવણો ઘરે ઘરે લોકોને હેરાન કરી રહ્યાં છે. તેમને મોદી સરકાર પર પ્રહાર કર્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch