Fri,19 April 2024,7:02 am
Print
header

ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી મુંબઈમાં પ્રથમ મોત, મહિલા દર્દીએ રસીના બંને ડોઝ લીધા હતા

મુંબઇઃ મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે પ્રથમ મોત થયું છે.મુંબઇની મહિલાનું 27 જુલાઈના રોજ મોત થયું હતું અને તેના નમૂનાના જીનોમ સિક્વન્સિંગના પરિણામો બુધવારે આવ્યાં, જે મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ કરે છે. તે 7 દર્દીઓમાંની એક હતી જેમાં કોવિડ-19 નો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે આ ત્રીજુ મોત છે.અગાઉ 13 જૂનના રોજ રત્નાગિરી જિલ્લામાં 80 વર્ષીય મહિલાનું કોવિડ-19 ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મોત થયું હતું. 69 વર્ષના પુરુષનું રાયગઢમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી મોત થયું હતુ.

63 વર્ષીય મહિલાનું 27 જુલાઈના રોજ અવસાન થયું હતું.હવે તેના સંપર્કમાં આવેલા અન્ય બે લોકો પણ કોરોના વાયરસ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત મળી આવ્યાં છે. બીએમસીના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારે જણાવ્યું કે 63 વર્ષીય દર્દીના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ મોત થયું હતું. અમે તેના નજીકના સંપર્કો શોધી કાઢ્યા, જેમાંથી છ લોકો કોવિડ-19 થી સંક્રમિત મળી આવ્યાં છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યાં હતા, તેમાંથી 2 માં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળી આવ્યાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ મહિલાને 21 જુલાઈના રોજ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત થઈ હતી અને 27 જુલાઈએ તેનું મોત થયું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે મહિલાએ કોરોના રસીના  બંને ડોઝ લીધા હતા.અધિકારીઓએ જણાવ્યું કે મહિલા ઓક્સિજન સપોર્ટ પર હતી તેને સ્ટેરોઇડ્સ અને રેમડેસિવીર આપવામાં આવ્યાં હતા

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch