Fri,18 June 2021,2:47 am
Print
header

કેજરીવાલ સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન

આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં કોરોનાનો નવો વેરિયંટ મળ્યાં બાદ દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસોની વચ્ચે કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતાં મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. આ માટે કેજરીવાલ સરકાર સરકારી અને પેઇડ ક્વોરન્ટાઈન ફેસિલિટી ની સુવિધા આપશે.

જે લોકોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા હોય તેમને ડોઝનું સર્ટિફિકેટ બતાવવા પર કે છેલ્લા 72 કલાકનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવા પર સાત દિવસનું હોમ ક્વોરન્ટાઈન ફરજિયાત હશે. જો કોઈ વ્યક્તિ પાસે હોમ ક્વોરન્ટાઈનની ફેસિલિટી ન હોય તો સરકારી કે પેઇડ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહી શકે છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી તમે બસ, ટ્રેન, પ્લેન કે કાર દ્વારા દિલ્હી આવશો તો તમારે આ નિયમોનું પાલન કરવું પડશે. આંધ્ર તથા તેલંગાણામાં કોરોનાનો નવો વેરિયંટ મળ્યાં બાદ દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->