Thu,18 April 2024,12:56 pm
Print
header

સ્વતંત્રત દિવસ પહેલા રાજધાનીમાં હાઈએલર્ટ, લાલ કિલ્લાની સુરક્ષામાં કરાયો વધારો

નવી દિલ્હી: 15મી ઓગષ્ટના દિવસે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે, બીજી બાજુ આઝાદીના પર્વને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

રાજધાનીમાં સ્વતંત્રતા દિવસ પહેલા જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે, ત્યાં લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે લાલ કિલ્લાની પાસે મોટા- મોટા કંટેનર્સ લગાવવામાં આવ્યાં છે.બીજી બાજુ ગત 26 જાન્યુઆરીએ ખેડૂતના આંદોલનના નામે થયેલી હિંસાને જોતા દિલ્હી પોલીસ આ ખાસ પર્વને લઈને એલર્ટ થઇ ગઈ છે, છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને જોતા આ વખતે લાલ કિલ્લાના મેન ગેટ પર આ કંટેનર્સ લગાવવામાં આવ્યાં છે. જેથી કોઈ પ્રદર્શનકારી પોલીસના ચક્રવ્યુહને ભેદીને આવે તો કંટેનર્સને પાર કરી શકે નહીં.

આ સંજોગોમાં સુરક્ષા એજન્સીઓને સતત ઈનપુટ મળી રહ્યાં છે કે 15 ઓગસ્ટના દિવસે પ્રદર્શનકારીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે, લાલ કિલ્લા પર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના સંકટના કારણે આ વર્ષે પણ ઓછા લોકોને જગ્યા મળી શકે છે, પરંતુ આ સ્થિતિને જોતા પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઈ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch