Wed,22 January 2025,5:58 pm
Print
header

Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે

Delhi Election: દિલ્હીના લોકો અને રાજકીય પક્ષો જેની રાહ જોઈ રહ્યાં હતા તે દિવસ આવી ગયો છે. ચૂંટણી પંચે મંગળવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ હાજર હતા.

પરિણામ ક્યારે જાહેર થશે ?

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની સાથે ચૂંટણી પંચે ચૂંટણી પરિણામોની તારીખ પણ જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના પરિણામો 8 ફેબ્રુઆરીએ એટલે કે ચૂંટણીના 3 દિવસ પછી જાહેર કરવામાં આવશે.

દિલ્હીમાં મતદારોની સંખ્યા કેટલી છે ?

ગયા સોમવારે ચૂંટણી પંચે દિલ્હીમાં મતદારોની સંખ્યા પણ જાહેર કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદારોની અંતિમ યાદી અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 નોંધાયેલા મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 84 લાખ 49 હજાર 645 અને મહિલા મતદારોની સંખ્યા 71 લાખ 73 હજાર 952 છે. આ વખતે દિલ્હીમાં યુવા મતદારોની સંખ્યા 25.89 લાખ છે.પ્રથમ વખત મતદાન કરવા પાત્ર લોકોની સંખ્યા 2.08 લાખ છે.

EVM અંગે અફવાઓ ફેલાવવામાં આવી હતીઃ રાજીવ કુમાર

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીને લઈને અફવાઓ ફેલાવવામાં આવી હતી.કોઈ પણ આધાર વગર અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતા. ઈવીએમને લઈને પણ અફવાઓ ફેલાવવામાં આવી હતી. મતદારો ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃત છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દિલ્હી દિલથી મતદાન કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch