Fri,19 April 2024,3:54 am
Print
header

AAP ની વધુ 5 ગેરંટી, જામનગરના વેપારીઓ સાથે કેજરીવાલે સંવાદ પણ કર્યો- Gujaratpost

જામનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. આજે ફરી તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા, તેઓએ  જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કરીને તેમને પાંચ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું,  કેટલાક વેપારીઓને ડરાવ્યાં ધમકાવ્યાં છતાં પણ તેઓ આ સંવાદમાં આવ્યાં છે, તેમના માટે આભાર.  હવે વિચારવાનો સમય છે કે 75 વર્ષમાં અનેક દેશ આગળ નીકળી ગયા છે આપણો દેશ કેમ પાછળ છે, ગુજરાતના વેપારીઓ અને ઉધોગપતિઓ મહેનતું છે. પરંતુ તેમને ભાજપના રાજમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

વેપારીઓ સાથે સંવાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાંચ ગેરંટી આપી

1.  ડરનો માહોલ ખતમ કરીશું.
2. વેપારીઓનું સન્માન આપશું.
3. ભ્રષ્ટાચાર ખતમ કરીશું.
4. ગેરંટી વેટના પ્રશ્નો દૂર કરાશે
5. એડવાઈઝરી બોડી બનાવીશું તેમજ સરકાર એ જ કામ કરશે જે બોડી કહેશે.

કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપનું 27 વર્ષથી સાશન છે જેથી ભાજપને ઘમંડ આવી ગયો છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે હું દિલ્હીથી પીડિત પરિવારોની મુલાકાત લેવા આવ્યો હતો, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીએ પીડિત પરિવારોની મુલાકાત પણ લીધી નથી. ભાજપને ઘમંડ છે અને આપણે આ સરકારને બદલી નાખવાની છે.અગાઉ પણ કેજરીવાલે ગુજરાતની જનતાને ફ્રી વીજળી સહિતના વાયદા કર્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch