Wed,16 September 2026,3:54 pm
Print
header

ડીસા રેલવે સ્ટેશનના ચીફ બુકિંગ ક્લાર્ક તત્કાલ ટિકિટના નામે રૂ. 500 ની લાંચ લેતા ACB ની જાળમાં સપડાયા

  • Published By
  • 2026-08-26 17:40:06
  • /
  • એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરાઇ છે 
  • તમે પણ એસીબીમાં કરી શકો છો ફરિયાદ
પાલનપુરઃ ડીસા રેલવે સ્ટેશન ખાતે તત્કાલ ટિકિટના કન્ફર્મેશન પેટે 500 રૂપિયાની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્કને બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
 
એક જાગૃત નાગરિક ડીસા રેલવે સ્ટેશન પર દિલ્હી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા ગયા હતા. તે દરમિયાન ત્યાં ફરજ બજાવતા વર્ગ-3 ના ચીફ બુકિંગ ક્લાર્ક સુરેશકુમાર રામુજી સોલંકીએ તત્કાલ ટિકિટ બુક કરી આપવાના અવેજ પેટે 500 રૂપિયા લાંચ પેટે માગ્યા હતા.
 
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન (પાલનપુર) ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી સુરેશકુમાર સોલંકી ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસ ખાતે ફરિયાદી પાસેથી રૂ. 500ની લાંચ સ્વીકારતા જ સ્થળ પર પકડાઈ ગયો હતો.
 
ટ્રેપિંગ અધિકારી: એલ.એસ.ચૌધરી
પોલીસ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર તથા એ.સી.બી. સ્ટાફ
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch