Tue,29 April 2025,1:43 am
Print
header

ડીસા ફટાકડા દુર્ઘટનાઃ મૃતદેહોને પાયલોટિંગ સાથે મધ્ય પ્રેદશ મોકલવામાં આવ્યાં- Gujarat Post

મૃતકોના સંબંધીઓ ચોધાર આંસુએ રડ્યાં

આરોપીએ પત્નીના નામે ફેક્ટરી ખોલી હોવાનો ખુલાસો

ફેક્ટરી ચલાવનારા માલિકની ધરપકડ કરવામાં આવી

બનાસકાંઠાઃ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 લોકોનાં મોત થયા હતા. મૃતદેહ સ્વીકારવા મધ્ય પ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હૉસ્પિટલ પહોંચ્યાં હતા.આજે સવારે પોલીસ પાટલોટિંગ સાથે મૃતદેહોનો મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યાં હતા. મીડિયાકર્મીઓને ડીસા સિવિલના કોલ્ડરૂમથી દૂર બેરિકેડ કરી રોકવામાં આવ્યાં હતા. મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણે બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

કલેકટર મિહિર પટેલે કહ્યું, પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કર્યા બાદ મૃતદેહો વતન મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવ્યાં હતા. મોટાભાગના મૃતકો દેવાસ અને હરદા જિલ્લાના હતા. મધ્ય પ્રદેશના પ્રધાન ચૌહાણનાગર સિંહ, વરિષ્ઠ અધિકારીઓ ગઈકાલે રાત્રે ડીસા આવી પહોંચ્યાં હતા. મૃતકોના પરિવારજનો પણ ગઈકાલે આવી પહોંચ્યાં હતા, દેવાસ જિલ્લાના 10 લોકોની ઓળખ પ્રક્રિયા તેમના પરિવારના સભ્યોની હાજરીમાં પૂર્ણ કર્યા પછી એમ્બ્યુલન્સમાં તેમને વતન મોકલવામાં આવ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch