બનાસકાંઠા: દાંતીવાડા સિંચાઈ વિભાગમાં કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે રૂ. 50,000 ની લાંચ સ્વીકારતા મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) અને એક ખાનગી વ્યક્તિને પાલનપુર ACB ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
એક જાગૃત નાગરિકે ડીસા સિંચાઈ વિભાગ (દાંતીવાડા) ખાતે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા નિયમાનુસાર અરજી કરી હતી. આ લાયસન્સ કાઢી આપવાના અવેજ પેટે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક, વર્ગ-3) નિમેષભાઈ જશુભાઈ પટેલ તથા ખાનગી વ્યક્તિ ચમનભાઈ નાનજીભાઈ મિસ્ત્રી (રહે. અયોધ્યા નગર, ભાભર)એ એકબીજાના મેળાપીપણામાં અરજદાર પાસે રૂ. 50,000 ની લાંચની માંગણી કરી હતી.
અરજદાર લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે પાલનપુર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે બનાસકાંઠા ACB પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોષી તથા તેમની ટીમે ડીસા સિંચાઈ વિભાગ, દાંતીવાડા નહેર કોલોની ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
આ છટકા દરમિયાન આરોપીઓએ ફરીયાદી પાસેથી લાંચ પેટે રૂ. 50,000 ની માંગણી કરી નાણાં સ્વીકારતા જ ACB ની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા, એસીબીના અધિકારીઓએ લાંચની રકમ રૂ. 50,000 આરોપીઓ પાસેથી રિકવર કરીને બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49