કરાકાસઃ વેનેઝુએલામાં થયેલા બે ભૂકંપથી મૃત્યુઆંક 900 ને વટાવી ગયો છે, અને 50,000 થી વધુ લોકો ગુમ છે. શુક્રવારે, વેનેઝુએલાના લોકો અને બચાવ ટીમોએ ફસાયેલા લોકોની શોધખોળ તેજ કરી છે. ભૂકંપના બે દિવસ પછી વિદેશી ટીમો અને સહાય અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનું શરૂ કરી દીધું છે.
બુધવારે સાંજે કરાકાસ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપને કારણે થયેલા ભારે વિનાશ બાદ સરકારે અહેવાલ આપ્યો હતો કે 172 લોકો ફસાયેલા છે, 920 લોકોનાં મોત થયા છે અને 3,360 લોકો ઘાયલ થયા છે. 50,000 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.
શુક્રવારે બપોરે ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. રાજધાની કરાકાસ અને નજીકના શહેર મારાકેમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. લા ગુએરા રાજ્ય જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીની ધીમી ગતિને કારણે લોકોમાં નિરાશા વધી રહી છે. ભારે મશીનરીની અછત અને મર્યાદિત સરકારી સહાયને કારણે, સ્થાનિકો અને સ્વયંસેવકો હજુ હાથથી કાટમાળ સાફ કરીને લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
એક પીડિતના જણાવ્યાં અનુસાર લા ગુએરા શહેરમાં હ્યુગો ચાવેઝ હાઉસિંગ કોમ્પ્લેક્સ જેમાં આઠ ટાવરનો સમાવેશ થાય છે. તેના કાટમાળ નીચે તેમનો 6 વર્ષનો પુત્ર અને પરિવારના પાંચ અન્ય સભ્યો ફસાયેલા છે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ,7.2 અને 7.5 ની તીવ્રતાના બે ભૂકંપથી આશરે $ 6.5 બિલિયનનું સીધું નુકસાન થયું હતું. બીજો ભૂકંપ એક સદીમાં વેનેઝુએલામાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ઘણી ઇમારતો ખંડેર અને વાંકી ધાતુમાં ફેરવાઇ ગઇ છે. બચાવ ટીમોને સ્થાનો ઓળખવામાં મદદ કરવા માટે કેટલાક ખંડેર પર ઇમારતોના નામ સ્પ્રે-પેઇન્ટ કરવામાં આવ્યા હતા. કારાકાસ અને વેલેન્સિયાથી સ્વયંસેવકોએ મોટરસાયકલ દ્વારા પુરવઠો પહોંચાડ્યો હતો.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36