Thu,25 April 2024,11:59 am
Print
header

મૃતક મહિલા ઉમેદવારની પણ અહીં થઇ જીત, સાણંદની પીપળ તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારનું થયું હતુ નિધન

અમદાવાદ: સાણંદ તાલુકા પંચાયતમાં  ભાજપે 15 બેઠકો ઉપર જીત મેળવી છે. અપક્ષના ફાળે 1 બેઠક છે,કોંગ્રેસના ખાતમાં 8 બેઠકો આવી છે. ત્યારે સમાચાર મળ્યાં છે કે સાણંદની પીપળ તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષમાંથી જીત મેળવનાર ઉમેદવારનું નિધન થયું છે.

અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા પણ જિંદગીનો ખેલ હાર્યાં છે પીપળ બેઠક પરના અપક્ષ ઉમેદવાર લીલાબેન ઠાકોર મતગણતરી પહેલા જ અવસાન પામ્યાં હતા. અપક્ષ ઉમેદવાર 2100ની લીડથી જીત્યા છે. એક તરફ કાર્યકર્તાઓમાં જીતનો આનંદ છે તો બીજી તરફ પોતાના ઉમેદવારના મોતથી તેઓ દુખી છે. 231 તાલુકા પંચાયતોમાંથી 141માં ભાજપ, 12માં કોંગ્રેસ અને 1 માં અન્ય આગળ છે. જ્યારે 6 બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ કરતા અપક્ષના ઉમેદવારો આગળ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch