લેબેનોનઃ ઉત્તર લેબેનોનમાં રવિવારે ફ્યૂઅલ ટેન્કર ટ્રકમાં વિસ્ફોટ થતાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઇ ગયા છે. આ સિવાય ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ગુસ્સે થયેલા ટોળાએ ટેન્કર માલિકના ઘરને આગ લગાવી દીધી છે.
લેબનોનના સ્થાનિક મીડિયા અનુસાર તાલીલ ગામમાંથી 20 મૃતદેહો મળી આવ્યાં છે. વિસ્ફોટમાં ઘાયલ અને દાઝી ગયેલા 79 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. બાદમાં મૃત્યુઆંક વધીને 28 થયો છે. આરોગ્ય મંત્રી હમાદ હસને ઉત્તરી લેબેનોન અને રાજધાની બેરૂતની તમામ હોસ્પિટલોને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને દાખલ કરાયા છે. તેમની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.
દાણચોરી, સંગ્રહખોરી અને આર્થિક કટોકટીમાં ઘેરાયેલી સરકારની આયાતી ઇંધણને સુરક્ષિત રીતે વહેંચવામાં અસમર્થતાને કારણે લેબેનોન ઇંધણની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. તાલેલ સીરિયન સરહદથી લગભગ ચાર કિલોમીટર દૂર છે અને તે હજુ સ્પષ્ટ નથી કે ટેન્કરમાં બળતણ દાણચોરી માટે સીરિયા લઈ જવામાં આવી રહ્યું હતું કે નહીં. હકીકતમાં, સીરિયામાં ઇંધણની કિંમત લેબેનોન કરતા ઘણી વધારે છે. અગાઉ 4 ઓગસ્ટ 2020 ના રોજ બેરુત બંદર પર વિસ્ફોટ થયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 214 લોકો મૃત્યુ પામ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44