દાહોદઃ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લોન કૌભાંડ સામે આવ્યું છે. દાહોદની બે શાખાઓમાં નકલી દસ્તાવેજોને આધારે આ લોન કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં એવા લોકોને લોન આપવામાં આવી હતી જેઓ લોન માટે લાયક ન હતા. બેંકના ઓડિટ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો, ત્યારબાદ વર્તમાન બ્રાન્ટ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પૂર્વ બેંક મેનેજર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દાહોદ પોલીસના જણાવ્યાં અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બે અલગ અલગ શાખાઓના એજન્ટોએ ભૂતપૂર્વ બેંક મેનેજર સાથે મળીને બેંકની તમામ નીતિઓ અને નિયમોનું ઉલ્લંઘન કરીને નકલી પગાર સ્લિપ અને બનાવટી દસ્તાવેજોને આધારે 5.50 કરોડ રૂપિયાની લોન મંજૂર કરીને છેતરપિંડી કરી હતી.
નોકરી નથી, પગાર નથી છતાં લોન મળી
કેટલાક રેલ્વે કર્મચારીઓ એવા હતા જેમનો પગાર ઓછો હતો. તેમને તેમની પગાર સ્લિપમાં આંકડો વધારીને લોન આપવામાં આવી હતી. કેટલાક લોકો પાસે નોકરી પણ નહતી. સરકારી ડ્રાઇવર અને શિક્ષકના ખોટા દસ્તાવેજો અને પગાર સ્લિપ બનાવીને તેમને લોન આપવામાં આવી હતી.
આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યાં બાદ પોલીસે બેંક મેનેજર અને એજન્ટ સહિત 30 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને બંને શાખાઓના પૂર્વ મેનેજર, બે એજન્ટ અને લોન ધારકો સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી હતી. આ કૌભાંડ 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન SBI ચીફ બ્રાન્ચ મેનેજર ગુરમીત સિંહ બેદી, સંજય ડામોર અને ફૈમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને ઓછા પગાર છતાં કમિશન પર વધુ પગાર બતાવીને વર્ગ-4 રેલ્વે કર્મચારીઓને 4.75 કરોડ રૂપિયાની લોન આપી હતી.
નકલી દસ્તાવેજો બનાવીને લોન આપવામાં આવી
GLK ટાવરમાં કાર્યરત SBIની બીજી શાખાના મેનેજર મનીષ ગવલેએ બે એજન્ટો સાથે મળીને લગભગ 10 લોકોના નકલી દસ્તાવેજો, પગાર સ્લિપ બનાવીને, તેમને કાગળ પર ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ અને સરકારી શિક્ષક તરીકે બતાવીને 82.72 લાખ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આ લોન કૌભાંડમાં, બેંક મેનેજર અને બંને એજન્ટોએ બેંકના નિયમોની અવગણના કરીને લોન આપી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એજન્ટ અને બેંક મેનેજર વચ્ચે મિલીભગત
પોલીસે ધરપકડ કરેલા સંજય ડામોર અને ફૈમ શેખ, એજન્ટ તરીકે ઓળખાઈને બેંકની બહાર લોન લેવા આવતા લોકોને શોધતા હતા. સ્લિપ અપડેટ કરતા હતા અને મોટી લોન મેળવવાની ગેરંટી આપતા હતા. લોન મંજૂર થયા પછી તેઓ લોન લેનાર વ્યક્તિ પાસેથી કમિશન તરીકે પૈસા લેતા હતા. જેનો એક ભાગ બેંક મેનેજરને મોકલવામાં આવ્યો હતો. બંને એજન્ટો બેંક મેનેજર સાથે મળીને આ લોન કૌભાંડને અંજામ આપી રહ્યાં હતા.
ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો
આ લોન કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું અને નકલી પગાર સ્લિપ પર લોન લેનારા લોનધારકો પણ સમયસર લોનના હપ્તા ચૂકવી રહ્યાં હતા. પરંતુ ગેરકાયદેસર રીતે લોન લેનારા ત્રણ-ચાર લોન ધારકો સમયસર હપ્તા ચૂકવી શક્યા નહીં અને તેમના ખાતા NPA થઈ ગયા, ત્યારબાદ જૂન 2024 માં ઓડિટ રિપોર્ટમાં આ બાબત પ્રકાશમાં આવી, જેમાં દસ્તાવેજોની તપાસ કર્યા પછી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
કેનેડાના PR મળતાં જ પતિ બદલાઈ ગયો, અપ્રાકૃતિક સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યા | 2026-10-06 17:10:21
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027 માં આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યો પ્રવેશ, ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી બની | 2026-10-06 15:50:58
પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં આયુર્વેદિક પંચકર્મ દર્દીઓને હૃદયની સારસંભાળની સફરમાં મદદ કરે છે | 2026-10-06 15:40:03
પારુલ યુનિવર્સિટીમાં લૉ ફેસ્ટ સંવિધાન પે ચર્ચા 4.0, જજો અને કાયદાકીય નિષ્ણાંતોએ બંધારણ પરની આ ચર્ચાનું નેતૃત્વ કર્યું | 2026-10-06 15:33:51
આ ક્લાસ- 1 અધિકારીએ 59 વર્ષની ઉંમરે 40 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા | 2026-10-06 12:22:22