Wed,19 February 2025,7:18 pm
Print
header

દાહોદઃ દાદા ઉગાડતા હતા ગાંજો, પૌત્ર તેના પેકેટ બનાવીને વેચતો હતો, પોલીસે ડ્રોન વડે ખેતરમાં સર્ચ કરીને કર્યો પર્દાફાશ

દાહોદઃ પોલીસ હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બે શખ્સોને ઝડપી લીધા છે. તાજેતરનો મામલો દાહોદ જિલ્લાનો છે, જ્યાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાના ખેતરમાંથી 80 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.

ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસની SOG ટીમે ખેતરમાં ગાંજાની ખેતી પકડી પાડી હતી અને નાડાતોડ ગામના દાદા-પૌત્રની જોડીની ધરપકડ કરાઇ છે. દાદાએ ખેતરમાં ગાંજો વાવ્યો હતો અને પૌત્ર તેના પેકેટ બનાવીને વેચતો હતો. પોલીસે ખેતરમાં દરોડા પાડીને 80 લાખ રૂપિયાની કિંમતનો લીલો અને સૂકો ગાંજો જપ્ત કર્યો છે.

પોલીસે બંનેની ધરપકડ કરીને નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે નાડાતોડ ગામના ખેતરોમાંથી એક વિચિત્ર દુર્ગંધ આવી રહી છે, જે બાદ પોલીસે ડ્રોન વડે તપાસ કરી તો જાણવા મળ્યું કે ગામમાં એક જગ્યાએ ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે.

દાહોદ એસપીએ જણાવ્યું કે દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે. જંગલ વિસ્તાર ઘણો મોટો છે અને ગાઢ જંગલ વિસ્તાર અને ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે આરોપીઓ અવારનવાર અહીં ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેના કારણે વર્ષ 2023થી દાહોદ જિલ્લા પોલીસ ડ્રોન ટેક્નોલોજી, એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને ગાંજાની ખેતીને પકડી રહી છે. 2 વર્ષમાં દાહોદ પોલીસે નાર્કોટીક્સ એક્ટ હેઠળ 9 કેસ નોંધ્યા છે, જેમાંથી 8 કેસ ગાંજાની ખેતીને લગતા છે.

અત્યાર સુધી કુલ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 2.5 કરોડથી વધુની કિંમતનો ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી આ વાતની પુષ્ટિ કરી અને પછી આરોપીની ધરપકડ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch