કચ્છઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સ (DRI) એ ફટાકડાની દાણચોરીને રોકવા માટે ચલાવવામાં આવી રહેલા ખાસ ઓપરેશન ફાયર ટ્રેલમાં મોટી સફળતા મેળવી છે. રવિવારે મુન્દ્રા બંદર પર અધિકારીઓએ રૂ. 5 કરોડના ચાઇનીઝ ફટાકડા જપ્ત કર્યા અને એક દાણચોરની ધરપકડ કરી હતી.
ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે ફટાકડાની ગેરકાયદેસર આયાતને રોકવા માટે ઓપરેશન ફાયર ટ્રેલ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી હેઠળ ચીનથી આવતા 40 ફૂટ લાંબા કન્ટેનરને મુન્દ્રા બંદર પર અટકાવવામાં આવ્યું હતું, તેમાં પાણીના ગ્લાસ અને ફૂલદાની બતાવાઇ હતી.પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાણીના ગ્લાસ પાછળ 30,000 થી વધુ ફટાકડા છુપાયેલા હતા.
કાયદો શું કહે છે ?
ચાઇનીઝ ફટાકડાની આયાત વિદેશી વેપાર નીતિના ITC (HS) કોડ હેઠળ પ્રતિબંધિત શ્રેણીમાં છે. વિસ્ફોટકો નિયમો, 2008 હેઠળ બંને એજન્સીઓ પાસેથી માન્ય લાઇસન્સ આવશ્યક છે. લાઇસન્સ વિના આયાત કરવી એ કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ ગંભીર ગુનો છે.
માસ્ટરમાઇન્ડની ધરપકડ
ડીઆરઆઈએ રૂ. 5 કરોડના ફટાકડા સહિતનો માલ જપ્ત કર્યો છે. આ દાણચોરી પાછળના માસ્ટરમાઇન્ડ અને ફાઇનાન્સરની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરીને સમગ્ર નેટવર્કને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
પાટડીના નાવીયાણી પાસે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બાઇકને ટક્કર મારીને વાહનચાલક ફરાર | 2025-12-11 09:52:53
રાજ્યમાં વધુ એક BLO ની તબિયત લથડી, સલાયામાં SIR ની કામગીરી કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો | 2025-12-10 19:28:39
ધુરંધર ફિલ્મના ડાયલોગથી વિવાદ: સંજય દત્તના સંવાદ પર જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજમાં રોષ | 2025-12-10 19:20:52
ચારિત્ર્ય પર શંકા અને ઘરેલું કંકાસમાં કરુણ અંત...બોટાદમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને કરી હત્યા | 2025-12-10 14:36:11