ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સ (DRI) નું મોટું ઓપરેશન
ભારતમાંથી સાઉદી અરેબિયામાં મેથામ્ફેટામાઇનનો જથ્થો નિકાસ કરતા પહેલા પકડાયો
મકાઇની આડમાં ડ્રગ્સ મોકલવાનું કૌભાંડ ઝડપાયું
મુંબઇઃ ડીઆરઆઇએ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, મુંબઈમાં ન્હાવા શેવા બંદર પાસેથી 300 કરોડ રૂપિયાનો 55 કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (CFS) માં ઓપરેશન દરમિયાન મકાઇની આયાતની આડમાં આ જથ્થો અહીં લાવવામાં આવ્યો હતો, આ ડ્રગ્સ કેસમાં ડ્રગ માફિયા મોહમ્મદ હસન હુસૈન દાદનું નામ સામે આવ્યું છે. આ માફિયા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઉંચા સંપર્કો ધરાવે છે અને પાકિસ્તાની ISI સંસ્થા સાથે પણ જોડાયેલો છે.
હાલમાં જે ડ્રગ્સ પકડાયું છે તેના તાર હવે આતંકવાદીઓ સાથે મળ્યાં છે, આ કેસમાં એનઆઇએ પણ જોડાઇ શકે છે, યુપીની એક કંપનીના નામે આ ડ્રગ્સ વિદેશ મોકલવાની તૈયારીઓ હતી ત્યારે જ એજન્સીને તેની માહિતી મળી હતી, જ્યારે સીએફએસમાં જઇને તપાસ કરવામાં આવી તો મકાઇની બોરીઓની અંદરથી 55 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એજન્સી હાલમાં આ કેસની વધુ તપાસ કરી રહી છે.
DRI busts novel attempt to smuggle 56 kg methamphetamine concealed with maize; two persons arrested
— PIB India (@PIB_India) August 19, 2026
▶️Continuing its sustained crackdown on transnational trafficking of narcotic drugs and psychotropic substances, the Directorate of Revenue Intelligence (DRI) has foiled a major… pic.twitter.com/IbxDOzaNge
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17