સુરતઃ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત રેલ્વે સ્ટેશન મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2.30 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક નાઈજીરિયન મહિલાની ધરપકડ કરાઇ છે. મુંબઈથી અમૃતસર જતી ટ્રેનમાં વિદેશી મહિલા ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાઇ હતી.
DRI ના અધિકારીઓને બાતમી મળી હતી કે, મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ટ્રેન સંખ્યા 12904, ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. DRI ટીમે સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ કોચ H-1 ની સીટ નંબર A-2 પર તપાસ કરી હતી. મુસાફરી કરી રહેલી નાઈજીરિયન મૂળની મહિલા, અગ્ફેડો ઓસાટાહેમવેન જોયની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેની બેગની તલાશી લેવામાં આવતા Drugs મળી આવ્યું હતું
તપાસ દરમિયાન કોકેઈન અને મેથામ્ફેટામાઈન મળી આવ્યું હતું. આમ, DRI દ્વારા કુલ મળીને અંદાજે 2.30 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
હાલમાં ધરપકડ કરાયેલી નાઈજીરિયન મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. DRI ના અધિકારીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સ્થાનિક અને વિદેશી પેડલરોની માહિતી મેળવવા માટે સઘન તપાસ કરી રહ્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
Ajays Cafe, ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે હેપ્પી વાલી ફીલિંગ | 2026-07-16 20:11:16
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56
સુરતમાં પૂરથી થયેલા નુકશાન માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ, રૂ. 1 લાખ સુધીની રોકડ સહાય, રૂ. 30 લાખની લોનની જાહેરાત | 2026-07-15 16:34:25
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરી | 2026-07-14 18:05:18
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15