Sat,20 April 2024,1:58 pm
Print
header

IPS હનીટ્રેપ માત્ર અફવા હોવાનું ડીજીપી તપાસમાં આવ્યું સામે- Gujarat Post

(demo pic)

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કેટલાક આઈપીએસ અધિકારીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને ઘોડે સવારી શીખવવા આવતી ખૂબસુરત યુવતીની ઝાળમાં ફસાઇને હનીટ્રેપનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.આ અંગે વિવિધ માધ્યમોમાં અલગ અલગ એંગલથી સમાચાર પણ આવ્યાં હતા. જોકે હવે ડીજીપીની તપાસમાં આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું સામે આવ્યું છે.

ડીજીપીએ કરાવેલી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, યુવતી આઠ મહિના પહેલા કરાઈ પોલીસ એકેડેમી ખાતે તાલીમ મેળવવા આવી હોવાની ચર્ચાઓ હતી. પરંતુ  હકિકતમાં આવી કોઈ યુવતી હોર્સ રાઈડિંગની તાલીમ મેળવવા કે શીખવવા આવી નથી. એકેડેમી ખાતે માત્ર પોલીસ અધિકારીઓને જ હોર્સ રાઈડિંગની તાલીમ આપવામાં આવે છે. તપાસમાં એવી પણ વાત બહાર આવી છે કે ચર્ચામાં આવેલી યુવતી અશ્વશાળામાં કામ કરતા એક કર્મચારીની પરિચીત હોવાથી અઢી વર્ષ પહેલાં અહીં આવી હતી. જેને પોતાના ભાઈ સાથે ઘોડા પર ફોટો પડાવ્યાં હતા.

આ તપાસમાં સંબંધિત યુવતીનું તથા તેના પરિવારના સભ્યોના વિગતવાર નિવેદન લેવામાં આવ્યાં હતાં.જેમાં યુવતીએ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબનો કોઈ બનાવ બન્યો નથી એવું જણાવ્યું હતું. આ તપાસમાં યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. આ યુવતી સોશિયલ મીડિયામાં એક હજારથી વધુ પોલીસ કર્મીઓને ફોલો કરે છે અને કોઈ બાબત સારી લાગે છે તો તેને પોતાના સ્ટેટસમાં અપલોડ કરે છે. આ યુવતી ઈન્દોરની નહીં પણ ગુજરાતની હોવાનું તપાસમાં ખુલ્યું છે.

તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે, આ યુવતી અત્યાર સુધીમાં કોઈ IPS અધિકારીને મળી જ નથી.જે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાંથી માત્ર બે ફોટા જ કરાઈ ખાતેના જુલાઈ 2020ના છે. તે સિવાયના ફોટો અન્ય સ્થળો પર યુવતીએ કરેલી હોર્સ રાઈડિંગના છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટોગ્રાફ પૈકી કેટલાક ફોટો માઉન્ટ આબુના છે. તપાસ દરમિયાન યુવતીના પરિવારના સભ્યોની આશરે 75 પોલીસ કર્મીઓ, ખાનગી વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યાં છે. તપાસ કરનાર ટીમને કોઈ તથ્ય મળ્યું નથી. આમ પોલીસ તપાસમાં કોઇ આઇપીએસ અધિકારી હનીટ્રેપમાં ફસાયો નહીં હોવાનું સાબિત થતાં બાબુઓએ હાશકારો અનુભવ્યો છે. જો કે આ મામલો હાલમાં જોરદાર ચર્ચામાં છે. જેથી નવો કોઇ વળાંક પણ આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch