Sat,13 June 2026,2:09 pm
Print
header

વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત

  • Published By dilip patel
  • 2026-05-16 17:12:44
  • /

વડોદરા: લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા રળીયાત બા નગરમાં ફેબ્રિકેશનની કામગીરી ચાલી રહી હતી, દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ વ્યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ, ફેબ્રિકેશનના કામ દરમિયાન થયેલા આ ધડાકામાં મુકેશગીરી નામનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે સારવાર શરૂ થાય તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.  

પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યાં અનુસાર, સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટની તીવ્રતાના કારણે ઘટના સ્થળે આવેલી એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.  

દુર્ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ મથકનો કાફલો અને FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આખી ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. ફેબ્રિકેશન કામ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ કયા કારણોસર થયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે કેમ, તે અંગે FSLની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch