Thu,25 April 2024,3:02 pm
Print
header

કર્ણાટકમાં તૌકતે વાવાઝોડાની અસર, 6 જિલ્લામાં ભારે વરસાદ અને 4 લોકોનાં મોત

કર્ણાટકઃ તૌકતે વાવાઝોડાની અસર હવે શરૂ થઇ ગઇ છે ગોવામાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળ્યાં પછી  કર્ણાટકમાં વાવાઝોડાની અસર વચ્ચે 4 લોકોનાં મોત થઈ જતા ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે. અરબ સાગરમાં તૈયાર થઈ રહેલું આ સાયકલોન હવે તીવ્ર તોફાનમાં પલટાઈ ગયું છે.

તૌકતે વાવાઝોડાના પગલે કર્ણાટકના છ જિલ્લામાં ભારે વરસાદ થયો છે.આગામી 24 કલાકમાં ચક્રવાત ગંભીર સાયકલોનમાં રૂપાંતરિત થઈ જશે. તે 18 મેની બપોરથી સાંજ સુધી ગુજરાતના પોરબંદર થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે.પોરબંદર અને નાલિયા તટ પર વધુ તારાજી થવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે.

ચક્રવાતની અસર કર્ણાટકમાં દેખાવા માંડી છે છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે લગભગ 73 ગામો પ્રભાવિત થયા છે જ્યારે 4 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યું કે કોંકણ કાંઠા નજીકના જિલ્લાઓને ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે મુખ્યમંત્રીએ આ બાબતે જાણકારી મેળવી છે. કહ્યું કે આ વિસ્તારોમાં મોટા આશ્રયસ્થાનો તૈયાર કરવા સૂચના આપી છે. ચક્રવાત 'તૌકતે' 12 કલાકમાં ખૂબ જ તીવ્ર બનશે. જ્યારે આજે તેને કારણે કેરળ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ભારતીય વાયુસેનાએ 'તૌકતે' ચક્રવાત વાવાઝોડાને પહોંચી વળવા માટે પોતાના 16 કાર્ગો વિમાન અને 18 હેલિકોપ્ટર તૈનાત કર્યાં છે. વાયુસેનાએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસો દરિયાકાંઠાના વિસ્તારોમાં કોવીડ -19 રાહત અભિયાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે ખરાબ હવામાનને કારણે આ વિસ્તારોમાં અભિયાન પર અસર પડી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch