Thu,25 April 2024,8:20 pm
Print
header

મોદી આજે ગુજરાતમાં, વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે નિરીક્ષણ

(File Photo)

અમદાવાદ: તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તેઓ ગુજરાતમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે. પહેલા નવી દિલ્હીથી સીધા ભાવનગર આવશે. 

દીવ, ગીર સોમનાથ, અમરેલીના વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. આ સિવાયના વિસ્તારોમાં થયેલી તારાજી અંગેની વિગતો મેળવવા માટે તેઓ ભાવનગરથી અમદાવાદ આવશે.અમદાવાદ ઉતર્યાં પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરશે. અને બાદમાં અમદાવાદથી સીધા દિલ્હી જવા રવાના થશે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે પવનને કારણે વૃક્ષા ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરુચ, આણંદ,ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં વાવાઝોડાને કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ ખેડૂતોને અને જે લોકોના મકાનો ધરાશાયી થઇ ગયા છે તેમને સહાય આપવાની જાહેરાત કરી દીધી છે. હવે કેન્દ્ર સરકાર પણ કોઇ મદદની જાહેરાત કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch