Wed,22 January 2025,5:56 pm
Print
header

તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા

તમિલનાડુઃ તિરુવન્નામલાઈ જિલ્લામાં રવિવારે મોડી સાંજે ભૂસ્ખલન થયું હતું, જેમાં એક પહાડીના નીચલા ઢોળાવ પર સ્થિત એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ભૂસ્ખલનમાં બાળકો સહિત બે પરિવારનાં 7 લોકો ફસાયા હોવાની આશંકા છે. ચક્રવાત ફેંગલની અસરને કારણે જિલ્લામાં ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું છે.

ઘરની અંદર ફસાયેલાઓમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. તેમનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે તિરુવન્નામલાઈમાં અન્નામલાઈર પહાડીઓની તળેટીમાં સ્થિત VOC નગરમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં કેટલાય મકાનોને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં ઘરો પાસે એક ખડક હોવાથી જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરવા માટે NDRF અને SDRF ટીમોની મદદ માંગી છે.

જિલ્લા કલેક્ટરના જણાવ્યાં મુજબ જો રેસ્ક્યું ઓપરેશન યોગ્ય રીતે હાથ ધરવામાં નહીં આવે તો ખડકો ધસી પડવાનો ભય છે. ઘટના સ્થળની નજીકના અન્ય કેટલાંક મકાનોને પણ નુકસાન થયું છે. પ્રશાસને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. સ્થાનિક પોલીસ, SDRF અને NDRFની ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે.

પુડુચેરીમાં વરસાદે ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો

ચક્રવાત ફેંગલના કારણે પુડુચેરીમાં શનિવાર અને રવિવારે થયેલા વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શનિવારે પુડુચેરી પહોંચેલું ચક્રવાતી તોફાન ફેંગલ રવિવારે નબળું પડ્યું હતું. તેની અસરને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને સૈન્યને પૂરગ્રસ્ત રસ્તાઓ પર ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથધરી છે.

ચેન્નાઈ એરપોર્ટની કામગીરી ફરી શરૂ

પડોશી તમિલનાડુના વિલ્લુપુરમમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન થયું છે. મધ્યરાત્રિ પછી ચેન્નાઈ એરપોર્ટની કામગીરી ફરી શરૂ થઈ હતી. પરંતુ શરૂઆતમાં ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી અને ઘણા પ્લેન મોડા ઉડ્યા હતા. જો કે, દિવસ પછી કામગીરી સામાન્ય થઈ ગઈ છે. ચક્રવાતને જોતા શનિવારે ચેન્નાઈ એરપોર્ટ પર સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch