Mon,09 December 2024,12:33 pm
Print
header

ચક્રવાતી તોફાન ફેંગલ આ રાજ્યોમાં મચાવશે તબાહી, તમિલનાડુમાં રેડ એલર્ટ

ચેન્નઇઃ બંગાળની ખાડીમાંથી ફરી એકવાર આફત આવી રહી છે. ચક્રવાતી તોફાન ફેંગલ બંગાળની ખાડીમાં તૈયારી કરી રહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારત સહિના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તોફાન ત્રિંકોમાલીથી લગભગ 120 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. તે નાગાપટ્ટિનમથી 370 કિમી દક્ષિણ પૂર્વમાં, પુડુચેરીથી 470 કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી 550 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. હવામાન વિભાગ ચક્રવાતી તોફાન પર સતત નજર રાખી રહ્યું છે.

ચક્રવાતી તોફાન આ સ્થળોએ તબાહી મચાવી શકે છે

ચક્રવાતી વાવાઝોડાને કારણે તમિલનાડુના દરિયાકિનારા પરની ખલેલ વધી ગઈ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર ઝોનને કારણે શ્રીલંકાના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તમિલનાડુના કુડ્ડલોર, કરાઈકલ, અથિરમપટ્ટિનમ, પરંગીપેટ્ટાઈ, મીનામ્બક્કમ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

એરલાઈન કંપનીએ એડવાઈઝરી જારી કરી

જો ચક્રવાતી તોફાન ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે અથડાશે તો સૌથી વધુ નુકસાન તમિલનાડુમાં થશે. ચક્રવાતી તોફાન ફેંગલની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ જોવા મળી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર ચક્રવાતી તોફાન કાં તો આંધ્રપ્રદેશના દક્ષિણ તટીય ભાગોમાં ત્રાટકી શકે છે અથવા તે દરિયાકાંઠાની ખૂબ નજીક જશે. ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ ઓપરેશન્સ અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી ફ્લાઈટ્સને અસર થઈ રહી છે, જ્યારે તિરુચિરાપલ્લી અને સાલેમને પણ અસર થઈ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch