Sun,08 September 2024,12:46 pm
Print
header

ગુજરાતમાંથી વિદાય બાદ અરબ દેશમાં ચક્રવાત અસના મચાવી શકે છે તબાહી, જાણો વધુ વિગતો

કચ્છઃ ગુજરાતના કચ્છ દરિયાકાંઠે દિવસ દરમિયાન રચાયેલું ચક્રવાતી તોફાન અસના અહીં કોઈ મોટી અસર કર્યાં વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે સ્થાનિક વહીવટીતંત્રએ લગભગ 3,500 લોકોને સલામત સ્થળે ખસેડ્યાં હતા, ઝૂંપડા અને કાચા ઘરોમાં રહેતા લોકોને અન્ય ઇમારતોમાં આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું હતુ, જો કે હવે આ ખતરો ટળી ગયો છે.

ચક્રવાત દરિયામાં તરફ આગળ વધી ગયું છે અને ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, તેથી દરિયાકાંઠે થોડી જ અસર થઈ છે. થોડો વરસાદ અને  પવનને બાદ કરતાં અહીં કોઈ અસર જોવા મળી નથી.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી

ભારતીય હવામાન વિભાગે (IMD) શુક્રવારે સાંજે જારી કરેલા અહેવાલમાં જણાવ્યું કે કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારો પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન અસના તીવ્ર બન્યું છે અને ભૂજથી લગભગ 190 કિમી પશ્ચિમમાં, સવારે 11:30 વાગ્યે લેન્ડફોલ કરશે. આ પ્રદેશ પરનું ડીપ ડિપ્રેશન શુક્રવાર સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ પછી અધિકારીઓએ લોકોને સલામત સ્થળે લઈ જવા માટે પગલાં લીધાં હતા.

પાકિસ્તાને નામ નક્કી કર્યું

IMDની ચેતવણી બાદ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટે એક વીડિયો સંદેશ જારી કરીને અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં રહેતા લોકોને તેમના ઝૂંપડા અને કચ્છના ઘરો છોડીને શાળાઓ અથવા અન્ય ઇમારતોમાં આશ્રય લેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યાં અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ વિશે વાત કરી હતી, જો ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થાય છે, તો તેનું નામ અસના રાખવામાં આવશે, જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું હતું.

ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવું દુર્લભ

જમીન પરનું ઊંડું ડિપ્રેશન સમુદ્રમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં ચક્રવાતનું નિર્માણ પણ દુર્લભ છે. IMD એ ચેતવણી આપી હતી કે આ સમયગાળા દરમિયાન દરિયાની સ્થિતિ ઉબડખાબડ હશે, જેમાં ગુજરાતના દરિયાકાંઠે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ વાવાઝોડું રાજસ્થાનથી શરૂ થયું હતું અને અરબી સમુદ્રમાં પહોંચ્યાક્ષ  બાદ વધુ મજબૂત બન્યું હતું. હવે ઓમાન તરફ જઈ રહ્યું છે. જો કે, ત્યાં પહોંચતા પહેલા તે નબળું પડવાની પણ ધારણા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch