(આરોપીની પ્રોફાઈલ તસવીર)
પોલીસ યુનિફોર્મવાળા ફોટો જોઈને યુવતીએ વિશ્વાસ કર્યો હતો
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી 35 વર્ષીય યુવતી લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતી. આ માટે તેણે એક ડેટિંગ એપ પર પ્રોફાઈલ બનાવી હતી. દરમિયાન તેની પ્રોફાઈલ રોકી પંચાલ નામના યુવક સાથે મેચ થઈ હતી.
રોકીએ યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂકતો મેસેજ કર્યો હતો. યુવતીએ તેની પ્રોફાઈલ ચેક કરી તો તેમાં તેણે ગુજરાત પોલીસના યુનિફોર્મ પહેરેલા ફોટા મૂક્યા હતા અને સોશિયલ મીડિયા આઈડી પર પણ ક્રાઈમ બ્રાંચ સાયબર સેલ ઓફિસર લખેલું હતું, જેથી યુવતી તેના પર વિશ્વાસ કરી બેઠી હતી. ત્યાર બાદ બંનેએ એકબીજાના ફોન નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડીની આપ-લે કરી હતી.
બંને વચ્ચે ત્રણ-ચાર દિવસ સુધી ફોન અને વીડિયો કોલ પર વાતચીત ચાલી હતી. ગત 16 મેના રોજ રોકી યુવતીને મળવા તેના ઘરે ગયો હતો, જ્યાં તેણે ભાવુક થઈને રડવાનું નાટક કર્યું હતું. તેણે જણાવ્યું કે તેના વતનમાં મકાનનું કામ ચાલુ હોવાથી અચાનક પૈસાની મોટી જરૂરિયાત ઊભી થઈ છે. તેની વાતોમાં આવીને યુવતીએ તાત્કાલિક ₹80,000 તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
બીજા દિવસે બંને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા હિલ્લોક ખાતે મળ્યાં બાદ એક કેફેમાં ગયા હતા. ત્યાં રોકીએ પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ કામનું બહાનું ધરીને બે મોબાઈલ ફોન ખરીદવા માટે વધુ ₹60,000ની માંગણી કરી હતી. યુવતીએ રોકડા પૈસા આપવાની ના પાડતા, રોકીએ લોન પર ફોન લેવાના બહાને યુવતી પાસે તેના આઈડી પ્રૂફ માંગ્યા હતા. જો કે, અવારનવાર પૈસા અને ડોક્યુમેન્ટ્સની માંગણી થતાં યુવતીને સખત શંકા ગઈ હતી, જેથી તેણે ડોક્યુમેન્ટ્સ આપ્યા ન હતા.
યુવતીએ પોતાના સ્તરે ગુપ્ત તપાસ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રોકી પંચાલ નામનો કોઈ વ્યક્તિ પોલીસમાં છે જ નહીં અને તેનું સાચું નામ હિમાંશુ પંચાલ છે. હિમાંશુએ PSI તરીકેની ખોટી ઓળખ આપીને અને નકલી યુનિફોર્મનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50