અમદાવાદઃ રાજ્યમાં વધી રહેલી સાયબર છેતરપિંડી સામે ગુજરાત પોલીસે મ્યુલ હન્ટ 2.0 અભિયાન ચલાવ્યુંં છે. પોલીસે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહી હાથ ધરી છે અને 13 સાયબર છેતરપિંડીના આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો રૂ. 613 કરોડથી વધુની ઓનલાઈન છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. તેમાંના મોટાભાગના શખ્સો ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણેલા છે. તેમ છતાં આ શખ્સો સાયબર છેતરપિંડી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં હતા.
અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભરૂચ અને રાજકોટ સહિત વિવિધ શહેરોમાંથી ધરપકડ કરાયેલા આરોપીઓ વિવિધ સાયબર ગેંગ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમની ધરપકડ બાદ પોલીસે દેશભરમાં 982 સાયબર છેતરપિંડીના કેસ ઉકેલ્યાં છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજકોટથી ધરપકડ કરાયેલો વિમલ જાડા મુખ્ય આરોપી છે. અમદાવાદ અને સુરતમાં ધરપકડ કરાયેલી ગેંગ પાસેથી અનેક બેંક પાસબુક, દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યાં છે.
મુલ હન્ટ 2.0 હેઠળ ચાર અલગ અલગ કેસ નોંધવામાં આવ્યાં છે. આ ચાર કેસોમાં, અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટમાંથી 13 અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક, વિમલ જાડા તરીકે ઓળખાય છે, જે ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા ઓનલાઈન લીક થયેલા નાગરિક ડેટા મેળવવામાં નિષ્ણાત હતો.
આ છેતરપિંડીમાંં બેંક ગ્રાહક ID અને રજિસ્ટર્ડ ફોન નંબર જેવી માહિતી મેળવવામાં આવતી હતી. આ માહિતીને આધારે, તે ગ્રાહકોને ફોન કરવા અને તેમના OTP મેળવવા માટે સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરતો હતો. OTP મળ્યાં પછી બેંક ખાતાના પાસવર્ડ બદલી નાખતા હતા અને પૈસા ઉપાડતા હતા.
અમદાવાદ અને સુરતમાંથી પકડાયેલી ગેંગની ખાસિયત એ છે કે તેમણે SNB એક્વા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના નામની એક કંપની ખોલી હતી, જેના દ્વારા તેઓ સાયબર ક્રાઇમનો વ્યવહાર કરતા હતા. દરોડા દરમિયાન 20 અલગ અલગ બેંક ખાતાઓ વિશે માહિતી મળી હતી અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમની એક કંપની સુરતના વેસુ રોડ પર કાર્યરત છે. જેનું નામ ઝેપ્પેલિન ઓવરસીઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ છે.
વિવિધ રાજ્યોમાં આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા 982 સાયબર ગુના શોધી કાઢવામાં આવ્યાં છે. જેમાં નકલી ખાતાધારકો, તેમના સંચાલકો અને હેકિંગના ગુનેગારોને ઝડપી લેવાયા છે. વિવિધ ટીમોએ તપાસ કરી છે કે આ વ્યક્તિઓએ પૈસા ક્યાં મોકલ્યાં અને તેમણે તેને કેવી રીતે ટ્રાન્સફર કર્યા.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન, આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ સામાન્ય રીતે 4 ટકા થી 8 ટકા કમિશન મેળવતા હતા. મોટાભાગના આરોપીઓ ફક્ત 8મા ધોરણ સુધી જ ભણેલા હતા. તેથી, તેમાંથી કોઈની પણ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ નોંધપાત્ર નથી, પરંતુ તે બધા ટેકનોલોજીની રીતે ખૂબ જ જાણકાર હોવાનું જણાય છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47