Wed,24 April 2024,3:38 am
Print
header

કયા કસ્ટમ અધિકારીની સંડોવણી ? સુરતના રૂ. 600 કરોડના ડાયમંડ નિકાસ કૌભાંડની તપાસમાં ED અને ITની એન્ટ્રી

આરોપી મિતનો ફાઇલ ફોટો 

સુરતઃ ગુજરાતમાં વધુ એક કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે અંદાજે 600 કરોડ રૂપિયાના ડાયમંડની નિકાસના કૌભાંડમાં DRI બાદ ED અને IT વિભાગે પણ એન્ટ્રી કરીને તપાસ શરૂ કરી દીધી છે સુરતમાં સેઝમાં આવેલા યુનિવર્સલ ડાયમંડમાં સિન્થેટિકના નામે નેચરલ ડાયમંડ વિદેશ એક્સપોર્ટના આ કૌભાંડમાં મિત કાછડિયા નામના 23 વર્ષીય યુવકની સંડોવણી બહાર આવી છે. ડોક્યુમેન્ટ પર અલગ વસ્તુ બતાવાતી હતી અને નિકાસમાં અલગ વસ્તુ હતી, એ પણ 50 ટકા કિંમત બતાવીને સરકારને કરોડો રૂપિયાનો ટેક્સમાં ચૂનો લગાવવામાં આવ્યો છે મિત સિવાય અનેક વેપારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે જેનો રેલો હોંગકોંગ સુધી પહોંચશે.

અંદાજે 600 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં કોઇ અધિકારીની સંડોવણી હોવાની એક ફરિયાદ થઇ છે કરોડો રૂપિયા કમાઇ ગયેલા એક કસ્ટમ અધિકારી સામે હવે દિલ્હી નાણાં મંત્રાલય સુધી ફરિયાદ કરાઇ છે, આ કસ્ટમ અધિકારીએ પણ મિત અને અન્ય વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા બનાવ્યાં હોવાના આરોપ છે. નોંધનિય છે કે સુરતમાં અગાઉ જીએસટી બોગસ બિલિંગના અને ખોટા એક્સપોર્ટના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવ્યાં છે અને હવે વધુ એક કૌભાંડમાં અધિકારીની સંડોવણીની ફરિયાદ બાદ તપાસ તેજ બની છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch