Thu,25 April 2024,9:08 am
Print
header

Crypto currency ને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, સંસદના શિયાળુ સત્રમાં લાવશે બિલ

દેશમાં RBIની હશે ક્રિપ્ટો કરન્સી, ખાનગી ક્રિપ્ટોકરન્સી પર લગભગ પ્રતિબંધ

 

નવી દિલ્હી: 29 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સીના નિયમો માટેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન માટેનું અધિકૃત ડિજિટલ કરન્સી બિલ, 2021 કુલ 26 બીલમાંનું એક છે, જેને રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય છે રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવનાર અધિકૃત ડિજિટલ ચલણની રચના માટે એક સરળ માળખું બનાવવું.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ નબળા રિટેલ રોકાણકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં ક્રિપ્ટોકરન્સીની અનિયંત્રિત વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ખરડો ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાનો છે. ક્રિપ્ટોકરન્સીની અંતર્ગત ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપે છે. છેતરપિંડીના અનેક કિસ્સા બની રહ્યાં છે આ બધાની વચ્ચે ક્રિપ્ટોકરન્સીને રોકી શકાતી નથી પરંતુ તેનું નિયમન કરવું આવશ્યક છે.

ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મેક્રો ઇકોનોમિક અને નાણાકીય સ્થિરતાના દૃષ્ટિકોણથી અમને ગંભીર ચિંતા છે. આ મુદ્દાને કેવી રીતે નિપટાવવો જોઈએ તે માટે  અમે સરકારને અમારા વિગતવાર સૂચનો આપ્યાં છે. નોંધનિય છે કે દેશમાં ડિઝિટલ કરન્સીમાં કરોડો રૂપિયાનું રોકાઇ થઇ રહ્યું છે, બિટકોઇન જેવી કરન્સી લાખો રૂપિયામાં વેચાઇ રહી છે. જે મામલે ઇન્વેસ્ટરોનું હિત જળવાય તેવી રીતે મોદી સરકાર નવા નિયમો જાહેર કરશે અને દેશમાં માત્ર આરબીઆઇની ક્રિપ્ટો કરન્સી હશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch